ઉત્તરાયણ દરમિયાનર ખેડા જિલ્લામાં ૨૦૯ પક્ષીઓનો બચાવ કરવામાં આવ્યો

નરેશ ગણવાની બુરોચિફ નડિયાદ

ગુજરાત સરકાર દ્વારા “કરૂણા અભિયાન-૨૦૨૩” નું ખેડા જિલ્લામાં આયોજન કરવામાં  આવ્યું હતું.”કરૂણા અભિયાન-૨૦૨૩” દરમિયાન કલેકટર કે.એલ.બચાણી, ખેડાના પરામર્શમાં રહી ખેડા જિલ્લા વન વિભાગના નાયબ વન સંરક્ષક નડીયાદ  ડો. ટી. કરૂપ્પાસામી, અને મદદનીશ વન સંરક્ષક  ડી.એમ. ડાભીના માર્ગદર્શન હેઠળ વન વિભાગના ક્ષેત્રિય અધિકારી એવા પરીક્ષેત્ર વન અધિકારી અને કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરૂણા અભિયાન-૨૦૨૩ દરમ્યાન ઘાયલ થયેલ પક્ષીઓને રેસ્ક્યુ કરી પશુપાલન વિભાગના પશુ દવાખાનાઓ સુધી પહોંચતા કરી પશુચિકિત્સા અધિકારીઓ મારફત ઘાયલ થયેલ પક્ષીઓને જરૂરી સારવાર આપી પક્ષીઓની સારસંભાળ લેવામાં આવી હતી. વધુ ઘાયલ થયેલ અને લાંબા સમય સુધી સારવારની જરૂરીયાત હોય તેવા પક્ષીઓને વન વિભાગ હસ્તકના બોડકદેવ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર, અમદાવાદ સુધી પહોંચતા કરી તેઓની સારવાર કરવામાં આવી હતી. તેમજ  સંપુર્ણ સ્વસ્થ થઈ ગયેલ પક્ષીઓને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે કરૂણા અભિયાન દરમ્યાન સમગ્ર ખેડા જિલ્લામાં તા.૧૫ જાન્યુઆરી સુધી કુલ- ૨૦૯ પક્ષીઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા . જે પૈકી કુલ-૧૯૬ પક્ષીઓને ઘનીષ્ઠ સારવાર બાદ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ૧૩-પક્ષીઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.
સરકાર દ્વારા ચાલુ વર્ષે ઓછામાં ઓછા પક્ષીઓ ઘાયલ થાય તે અંગે પ્રજામાં જાગૃતિ માટે અવરનેસ કાર્યક્રમનું આયોજન કરી લોકોમાં પક્ષીઓને બચાવ અંગે જાગૃતિ લાવવામાં આવેલ હતી, જેના કારણે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઘણા ઓછા પક્ષીઓ મૃત્યુ પામેલ છે.
આ વર્ષના કરૂણા અભિયાનની થીમ “સરવાર કરતાં સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં વિરહ કરતું પક્ષી વધુ સારૂ” (Prevention is better than care.) આ થીમ પર ખેડા જિલ્લામાં કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: