વ્યાજખોર સામે રંધીકપુર પોલિસ સ્ટેશનમાં ગુનો નોધાયો
રિપોટર – રમેશ પટેલ – સીંગવડ
સરકારે નિયત કરેલ વ્યાજ દરથી વધારે વ્યાજ લઈ નાણાં ધીરનાર સીંગવડ ગામના એક વ્યાજખોર સામે રંધીકપુર પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાયાનું જાણવા મળ્યું છે.
સીંગવડ તાલુકાના બોરગોટા ગામના બારીયા ફળિયામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ બારીયાને પોતાના મનવીન મકાનના બાંધકામ માટે પૈસાની જરૂર પડતાં તેને વર્ષ ૨૦૧૦માં સીંગવડ ગામના લલીતભાઈ રમેશભાઈ પરમાર નામના વ્યાજખોર પાસેથી રૂા. ૧,૫૦,૦૦૦ વ્યાજે લીધા હતા અને લલીતભાઈ પરમારે રમેશભાઈ સોમાભાઈ બારીયા પાસેથી સરકારે નિયત કરેલ વ્યાજદર વ્યાજદરથી અનેક ગણુ વધારે વ્યાજ લઈ અલગ અલગ સમયે બળજબરીથી રૂા. ૧૨,૫૧,૦૦૦ની પઠાણી ઉઘરાણી કરી બેફામ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી રમેશભાઈ સોમાભાઈ બારીયાને માનસીક તણાવમાં લાવી દીધો છે.
આ મામલે વ્યાજે નાણા લેનાર બોરગોટા ગામના રમેશભાઈ સોમાભાઈ બારીયાએ સીંગવડ ગામે રહેતા લલીતભાઈ રમેશભાઈ પરમારના વ્યાજખોર વિરૂધ્ધ રંણધીકપુર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે સીંગવડ ગામના લલીતભાઈ રમેશભાઈ પરમાર વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) તથા ગુજરાત નાણાધીરનાર અધિનિમયન એક્ટ કલમ ૪૦, ૪૨(એ)(ડી) (એફ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



