મહીસાગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની SDG કમિટીની બેઠક યોજાઈ
મહીસાગર બ્યુરોચીફ અમિત પરમાર
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની SDG કમિટીની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ કલેક્ટરશ્રી કે ડી લાખાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ
આ બેઠકમાં મહીસાગર જિલ્લાની હાલની સ્થિતિએ ભૂતકાળમાં નક્કી કરેલ લક્ષ્યાંકનું પ્રેજેન્ટેશન માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવ્યુ. જેમાં SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ(ટકાઉ વિકાસ લક્ષ્યાંક) અંતર્ગત આવતા વિવિધ બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ મુદ્દાઓ અંતર્ગત જિલ્લામાં ગરીબીથી મુક્તિ,ભૂખમરાની નાબુદી,સારું આરોગ્ય અને સુખાકારી,ગુણવત્તાસભર શિક્ષણ,જાતીય સતામણી,સ્વચ્છ પાણી અને ગટરવ્યવસ્થા,પોષાય તેવી અને સ્વચ્છ ઉર્જા,શ્રેષ્ઠ કામગીરી અને આર્થિક વૃદ્ધિ,ઉદ્યોગ,નવતર પ્રયાસ અને માળખું,અસમાનતામાં ધટાડો,નિરંતર શહેરો અને સમુદાયો,નિરંતર વપરાશ અને ઉત્પાદન,જમીન પરનું જીવન,શાંતિ,ન્યાય અને મજબૂત સંસ્થાઓ બાબતો વિશે જિલ્લાએ હાલની સ્થિતિએ કરેલા કામ અને ભવિષ્યમાં ધ્યાનમાં રાખવા બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ કલેક્ટરશ્રી કે ડી લાખાણીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી,ડી વાય એસ પી શ્રી,આયોજન અધિકારીશ્રી,ખેતીવાડી અધિકારીશ્રી,આરોગ્ય અધિકારીશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા




