ઝાલોદ વ્યાપારી એસોસીએશનનાં નવાં વર્ષની ચૂંટાયેલ સભ્યો સાથે કારોબારી મીટિંગ યોજાઈ.
પંકજ પંડિત ઝાલોદ
કારોબારી મીટીંગમાં નવાં પ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરાઈ
તારીખ ૧૬/૦૧/૨૦૨૩ મંગળવારના રોજ ઝાલોદ નગર વેપારી વ્યવસાય એસોસિએશનનાં નવા ચૂંટાયેલ અને જુના કારોબારી સભ્યોની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગ શુભકરણ અગ્રવાલની ઓફિસે યોજાઈ હતી. આ મીટીંગમાં સહુ નવાં ચૂંટાયેલા વ્યાપારી સભ્યો અને જુના કારોબારી સભ્યો સહુ ઉપસ્થિત રહ્યા હતા.આ મીટિંગ શુભકરણ અગ્રવાલની દુકાન પર રાત્રે 8:00 કલાકે નવા હોદ્દેદારોની નિમણુક માટે મળી હતી. જેમાં આજની મીટીંગ ના અધ્યક્ષ તરીકે યજ્ઞેશ પંચાલની નિમણૂક થઈ હતી. તેમની અધ્યક્ષતામાં ઉપસ્થિત સહુ કારોબારીના વ્યાપારિયોની સંપત્તિ થી વર્ષ 2023-24ના નવા વર્ષ માટે નવાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ સ્થાને શુભકરણ અગ્રવાલ ઉપપ્રમુખ કે.કે.નાયર મંત્રી મુકેશ અગ્રવાલ સહમંત્રી નરેન્દ્રકુમાર જૈન અને કોષા અધ્યક્ષ અનિલ પંચાલની નિમણૂક સર્વ સંમતિથી કારોબારીના ઉપસ્થિત કુલ 20 સભ્યોની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.નવા હોદ્દેદારોને ઉપસ્થિત સહુ કારોબારી સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.ત્યાર બાદ મીટીંગ રાત્રે 9:30 કલાકે સૌ સાથે ભોજન લઈ પૂર્ણ કરવામાં હતી.