ઝાલોદ નગરમાં એ.ટી.એમ બદલી લોકોના ખાતામાંથી રૂપિયા ઉઠાવનાર ઠગ પકડાયો

પંકજ પંડિત

દુકાનદાર દ્વારા સતર્કતા રખાતા ઈસમને લોકોના સહયોગથી પકડી પાડયો

 ઝાલોદ નગરના એ.ટી.એમ મથક પર એક યુગલ તારીખ 16-01-2023 નાં રોજ બપોરના સમયે રૂપિયા ઉપાડવા આવેલ હતો. તે યુગલ રૂપિયા ઉપાડતો હતો તે દરમ્યાન બીજો અજાણ્યો યુવક ત્યાં હાજર હતો. રૂપિયા ઉપાડનાર યુગલની મદદ કરવાના બહાને અજાણ્યા યુવક દ્વારા યુવક દ્વારા ઉપસ્થિત યુગલ પર નજર રાખી પાસવર્ડ ડાયલ કરતા જોઈ ગયો અને ત્યાર બાદ અજાણ્યા યુવક દ્વારા  તે યુગલને મદદ કરવાના ઝાસાંમા ભરમાંવી એ.ટી.એમ કાર્ડ બદલી નાખી રૂપિયા નથી ઉપડતા તેમ કરી ઉપસ્થિત યુગલને બદલી નાખેલ એ.ટી.એમ આપી દીધું. જેથી તે યુગલ તે એ.ટી.એમ છોડી ત્યાથી જતો રહેલ હતો. 
  થોડી વાર પછી રૂપિયા ઉપાડનાર યુગલના ખાંતા માંથી રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવતા યુગલને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પાછો એ.ટી.એમ મથકે આવ્યો અને એ.ટી.એમ સંચાલકને કંપલેન કરી. તેથી એ.ટી.એમ સંચાલક દ્વારા સમગ્ર ઘટનાનો વિડિયો જોઈ યુગલ સાથે ઉપસ્થિત થડ યુવકને નજરમાં રાખી તપાસ કરવાની બાંહેધરી આપી હતી. 
બીજે દિવશે 17-01-2023 નાં રોજ ઠગાયેલ યુગલ અને એ.ટી.એમનાં સંચાલક દ્વારા એ.ટી.એમ પર આવતા જતા દરેક લોકો પર નજર રાખવામાં આવેલ હતી. સાંજના સમયે ફરી તે ઠગ એ.ટી.એમ પર અન્ય વ્યક્તિઓને ઠગવાના આશયથી ત્યાં આવતા એ.ટી.એમ સંચાલક દ્વારા અને ઠગાનાર યુગલ દ્વારા તેને શંકાના આધારે ઓળખી પકડવા ગયા હતા ત્યારે તે ઠગ યુવક ત્યાથી દોડી ભાગી ગયો હતો ત્યારે એ.ટી.એમ સંચાલકનો શક વધુ મજબૂત થતાં તેઓ અને અન્ય લોકોએ બૂમાબૂમ કરી દોડીને તે યુવકને પકડી પાડી શંકાને આધારે પોલીસને શોપી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: