કોન્ટ્રાક્ટરે ગુગલ પરથી કુરીયરનો નંબર સર્ચ કરીયો ને ૫૦ હજાર ગુમાવ્યા

નરેશ ગણવાની બુરોચિફ નડિયાદ

નડિયાદમાં કોન્ટ્રાકટરના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરને ગુગલ પરથી કુરીયર કંપનીનો નંબર શોધવો ભારે પડ્યો છે. ગઠીયાએ કુરીયર કંપનીની ખોટી ઓળખ આપી એપ ડાઉનલોડ કરાવી ૩ જુદાંજુદા ટ્રાન્જેક્શનો દ્વારા કુલ રૂપિયા૫૦ હજાર ૬૦૦ ઓનલાઇન ટ્રાન્સફરકરી લેતાં ચકચાર મચી ગઈ છે. નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડઉપર પ્રેરણાપાક સોસાયટીમાં રહેતા
તુષારભાઈ ગુણવંતભાઈ પટેલ પોતે કોન્ટ્રાક્ટરના વ્યવસાય કરે છે. ૨૫મી ડિસેમ્બરના રોજ તેમને કુરિયરનું કામ કરવાનું હોવાથી પોતાના મોબાઈલમાં ગુગલમાં સર્ચ કરી કુરિયરનો હેલ્પલાઇન નંબર મેળવ્યો હતો. અને આ નંબર ઉપર ફોન કરતા તુષારભાઈએ ને કરમસદ ખાતે કુરીયર કરવું છે. જેથી સામેવાળી વ્યક્તિએ ૨૨૦ રૂપિયા લેખે ભાવ કહ્યો હતો.
અને તેમના મોબાઈલમા  એક લિંક મોકલીહતી જેને ઓપન કરતાં કસ્ટમર સર્વિસના નામની એપ તુષારભાઈના મોબાઇલમાં ડાઉનલોડ થઈ હતી. જેમાં મોબાઈલ
નંબર નાખવાનું કહ્યું હતું  અને ફોન ચાલુ રાખતા સામેવાળી વ્યક્તિએ પાંચ રૂપિયાનાખવા જણાવ્યું હતું અને તે બાદ એક લીંક મોકલી તેને ઓપન કરતાં યુપીઆઈ પીન નાખવાનું કહી ફોનનું એક્સેસ મેળવી દીધું હતું. જોકે તુષારભાઈને શંકા જતા તેઓએફોન કટ કરી દીધો હતો.બીજા દિવસે તેમના ઉપરોક્ત બે બેંક એકાઉન્ટમાંથી જુદા જુદા ત્રણ ટ્રાન્જેકશનો થયા હતા. જેમાંથી કુલ રૂપિયા ૫૦ હજાર ૬૦૦ ગઠીયાએ ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હોવાની જાણ થઈ હતી. અને તુષારભાઈએ તુરંત બેંકનો સંપર્ક કર્યો  અને પછી સમગ્ર મામલે સાયબર સેલમાં  ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તુષારભાઈ પટેલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: