મહેમદાવાદના જરાવત કેનાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એક નું મોત

નરેશ ગણવાની બુરોચિફ નડિયાદ

મહેમદાવાદ પાસે કેનાલ નજીક બે મોટરસાયકલ અથડાતાંએક મોટરસાયકલ ચાલકનું મોતથયું છે. જ્યારે ૩ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ બનાવ મામલેમહેમદાવાદ પોલીસમાં ફરિયાદનોધાઈ છે.મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામે રહેતા બાદલભાઈ લખાભાઇ ગોહેલ  ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ  ગઈકાલે નોકરીએ ગયા બાદ આ બાદલભાઈ નોકરીએથી પરત ન આવતા  પરિવારજનોએ ફોન કરતા બાદલભાઈને અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી. બાદલભાઈના મોટરસાયકલને મહેમદાવાદના જરાવત કેનાલ નજીક સામેથી ત્રીપલ સવારી આવતા મોટર સાયકલે ટક્કર મારી હતી. જેથી આ બંને મોટર સાયકલો અને તેના ચાલકો રોડ ઉપર પટકાતા તમામને શરીરે નાની-મોટીજાઓ પહોંચી હતી. બાદલભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને નજીકના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બાદલભાઈનું મૃત્યુ થયું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના નાનાભાઈની ફરીયાદના આધારે મહેમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!