આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લો વિઝન -૨૦૪૭ આયોજન માટે બેઠક યોજાઈ.
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
જિલ્લા કલેકટર કે.એલ. બચાણીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લો વિઝન-૨૦૪૭ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશની આઝાદીના ૧૦૦ વર્ષે ખેડા જિલ્લાને આત્મનિર્ભર બનાવી પ્રજા-વિકાસના માપદંડોમાં જિલ્લાને અગ્રેસર બનાવવા જરૂરી ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં હેરિટેજ એન્ડ ટુરીઝમ ડિપાર્ટમેન્ટ, એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, ફિસરીઝ એન્ડ એક્વાકલ્ચર, આરોગ્ય વિભાગ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એન્ડ યુટીલીટીસ, સામાજિક કલ્યાણ અને ગ્રામ વિકાસ, પર્યાવરણ અને જૈવ વિવિધતા, માનવ સંસાધન વિકાસ, નાગરિક કેન્દ્રી શાસન, આર્થિક વિકાસ અને જાહેર સુરક્ષાના ક્ષેત્રે શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરુરી માપદંડોની પરીકલ્પના તૈયાર કરવા વિવિધ વિભાગોને કામગીરી સોંપવામાં આવી હતી. ઉપરાંત ખેડા જિલ્લામાં વર્તમાન સમયમાં સુરક્ષા, પર્યાવરણ, આરોગ્ય, કૃષિ, વન અને પર્યટન સહિતના વિવિધ ક્ષેત્રે કરવામા આવેલી સારી કામગીરીને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લો વિઝન-૨૦૪૭ અંતર્ગત સમાવેશી અભિગમ દ્વારા સંપોષિત વિકાસ, વેપાર, ટકાઉપણુ, વેપારની સુલભતા, વૈકલ્પિક ઉર્જા, ટેકનોલોજી અને સ્માર્ટ ઉપકરણોના ઉપયોગ, પરીવહન, પાર્કીંગ, રોડ-રસ્તા, બાંધકામ, કૃષિ અને રોજગાર જેવી માળખાકીય સુવિધાઓને વધુ ટકાઉ અને નાગરીક-કેન્દ્રીત બનાવવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, અધિક નિવાસી કલેકટર બી.એસ પટેલ, ડીઆરડીએ ડાયરેક્ટર પી. આર. રાણા, નડિયાદ પ્રાંત અધિકારી સહિત સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.