ગરબાડા ના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ખેડાના ઈન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી.

પ્રતિનિધિ ગરબાડા

આગામી ફ્રેબ્રુઆરી – માર્ચ મહિનામાં રાજ્યમાં વિવિધ જીલ્લાની જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત/ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ગરબાડા 133 વિધાનસભા મત વિસ્તારના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને ખેડા જીલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકેની જ્વાબદારી સોપવામા આવી છે.

ચંદ્રિકાબેન બારીયાને ખેડા જીલ્લા પંચાયત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી, કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા અંગે, ઉમેદવારોની પસંદગી, મંડલ – સેક્ટર – ગ્રામ સમિતિની રચના, બુથ મેનેજમેન્ટ, કોંગ્રેસ પક્ષની વિચારધારા જન જન સુધી પહોંચાડવા અંગેની તથા ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી વિસ્તારમાં જીલ્લા ન તાલુકા – નગરપાલિકા વિસ્તારમા તમામ સાથે સંકલન કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તદુપરાંત આવનારા સમયમાં યોજાનાર “હાથ સે હાથ જોડો અભિયાન” સંદર્ભે પણ જરૂરી સંકલન કરીને વિસ્તારમાં આ અભિયાન સફળ થાય તેવું આયોજન કરવાની જવાબદારી સોપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: