ઝાલોદ તાલુકાના કાળી મહુડી પ્રાથમિક શાળાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ઉજવાયો.
પંકજ પંડિત ઝાલોદ
ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ધારાસભ્ય 21,000 ની ભેટ આપી
ઝાલોદ તાલુકાની કાળી મહુડી પ્રાથમિક શાળામાં 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની શાનદાર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, આનંદ મેળો, વ્યસન મુક્તિ, આરોગ્ય વર્ધક ઉકાળા ના સ્ટોલ લગાવવામાં આવ્યા તેમજ શાળાની જન્મ જયંતી કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી .
ઝાલોદ તાલુકાની કાળી મહુડી પ્રાથમિક શાળાને ૭૫ વર્ષ પૂર્ણ થતા અમૃત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાવી હતી મુખ્ય અધ્યક્ષ સ્થાને 130 :ઝાલોદ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય માનનીય મહેશભાઈ ભુરીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન આર.એસ.નિનામા,(IAS), ડી.પી.ઈ. ઓ. દાહોદ શ્રી મયુરભાઈ પારેખ સાહેબ , ટી.પી.ઓ, બી.આર.સી, ભૂતપૂર્વ વિદ્યાર્થી અનિલભાઈ યુ.નિનામા(PSI) ,સુરતાનભાઇ કટારા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગામના સરપંચ શ્રી અને ગ્રામજનો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રીમતી રોશનીબેન એસ. બિલવાળ અને સ્ટાફ મિત્રોના સુંદર આયોજનથી શાળાના અમૃત મહોત્સવની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી. અધ્યક્ષ મહોદય શ્રી મહેશભાઈ ભુરીયા એ શાળાનો સમગ્ર વિકાસ થાય તે માટે શાળામાં સુંદર મેદાન પુસ્તકાલય બનાવવાની બાહેંધરી આપવામાં આવી. મહેશભાઈ ભુરીયા એ સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે 21,000રૂપિયા, આર .એસ. નીનામા 10,000 રૂપિયા ,અનિલભાઈ યુ. નિનામા ₹10,000 ની ભેટ આપી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય રોશનીબેન બિલવાલ અને સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું