પ્રાથમિક શાળાના શિક્ષક નશો કરી ફરજ પર આવતા હોવાની ફરિયાદ મળતાં તાત્કાલીક અસરથી સસ્પેન્ડ

સિંધુ ઉદય

દાહોદ, તા. ૧૯ : તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, લીમખેડાના તા.૦૯/૦૧/૨૦૨૩ના અહેવાલ તથા S.M.C સભ્યશ્રીઓ, આચાર્યશ્રી રવાળી ફ. ચીલાકોટા પ્રા.શાળા, ચીલાકોટા પગારકેન્દ્રના આચાર્યશ્રીના તા.૧૮/૦૧/૨૦૨૩ના લેખિત નિવેદન મુજબ રવાળી ફ.ચીલાકોટા પ્રા.શાળા તા.લીમખેડામાં આસીસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજવતાં મજકૂર કર્મચારી ડામોર રાકેશકુમાર મનુભાઈ શાળામાં નશો કરી આવતાં હોઈ અશોભનીય વર્તન કરતાં હોવાની કેફિયત રજૂ કરી તેના સમર્થનના ભાગરૂપે વીડીયો રેકોર્ડિંગ અંગેની ક્લીપો પણ રજૂ કરાઇ હતી. જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર એસ.પારેખે વધુ ગહન તપાસ અર્થે તાત્કાલિક અસરથી શિક્ષકને તા. ૧૯/૦૧/૨૦૨૩ના કચેરી સમયબાદ ફરજ મોકૂફ કરી તાલુકા પંચાયત કચેરી, ફતેપુરા ખાતે હેડકવાર્ટર નક્કી કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: