ખેડા જિલ્લામાં પ્રથમવાર રોડ અકસ્માત સમયે મદદ બદલ ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર આપવામાં આવ્યા

નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ

ખેડા જિલ્લામાં પ્રથમવાર રોડ અકસ્માત સમયે મદદ બદલ ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર આપવામાં આવ્યા

જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ ખેડા જિલ્લામાં રોડ અકસ્માત દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તત્કાલીક મેડિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થનાર જિલ્લાના પાંચ વ્યક્તિઓને ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર એનાયત કર્યા. ખેડા જિલ્લાના ઠાસરા, નડિયાદ કઠલાલ અને મહેમદાવાદના કુલ પાંચ લોકોને ગુડ સમરટન એવોર્ડ આપવામાં આવ્યો. કલેક્ટરએ ગુડ સમરટન એવાર્ડ વિજેતાઓની આ સેવાકીય કામગીરીને બિરદાવી. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ. બચાણીએ અકસ્માત દરમિયાન ગોલ્ડન આવર્સનું મહત્વ સમજાવતા જણાવ્યુ કે અકસ્માત થયાના તરત પછીના સમયમાં જો ઘાયલ વ્યક્તિને મેડિકલ સહાય પુરી પાડવામાં આવે તો જીવ બચવાની સંભાવના ઘણી જ વધી જતી હોય છે. તેમણે જિલ્લાના તમામ લોકોને અકસ્માત સમયે નિર્ભયતાથી મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. ઉપરાંત કલેકટર એ ઉત્તરાયણ તહેવાર પછી પતંગની દોરીઓને તાકિદે નિકાલ લાવવા અનુરોધ કર્યો હતો. આ માટે તેમણે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વીજ થાંભલા ઉપરથી પતંગની દોરીઓનો તત્કાલ નિકાલ કરવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ગુડ સમરટન એવોર્ડના વિજેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: