દિવ્યાંગ સેવા ટ્રસ્ટ,દાહોદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત
દાહોદ તા.૦૩
દિવ્યાંગ સેવા ટ્રસ્ટ,દાહોદ દ્વારા દિવ્યાંગ દિનની ઉજવણી નિમિત્તે દિવ્યાંગોના વણ ઉકેલ્યા સવાલોને વાચા આપી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
દિવ્યાંગ સેવા ટ્રસ્ટ,દાહોદ દ્વારા જણાવ્યા અનુસાર, ૩જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અંદાજે ઘણા બધા દિવ્યાંગો ભેગા થયા હતા જેમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા વિચારણા, વિમર્શ કરવામાં આવ્યા હતા જેમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓ જેવી કે, હાલમાં ડોક્ટરી સર્ટીફીકેટ કઢાવવામાં ખુબ મુશ્કેલી પડે છે. ડોક્ટરો ટકાવારી ખુબ ઓછી આપે છે જે યોગ્ય કરવા અંગે, દિવ્યાંગોને અત્યોદય રેશનકાર્ડ મળવું જાઈએ પરંતુ હજુ સુધી ઘણાને મળેલ નથી, દિવ્યાંગ પેન્શન યોજનામાં હાલમાં ૮૦ ટકા દિવ્યાંગ હોઈ તેઓને માત્ર ૬૦૦ રૂપીયા માસીક મળે તેમા વધારો કરી ૩૦૦૦ રૂપીયા કરવા, નોકરીઓમાં અનામત લાભોમાં ૩ ટકાની જગ્યાએ ૫ ટકા કરવા, દિવ્યાંગો રોજગારી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સમાજ કલ્યાણ શાખામાંથી લોનો મંજુર કરવામાં આવે છે પરંતુ બેંક મેનેજરોના મનસ્વી વહીવટના કારણે આપવામાં આવતી નથી વિગેરે જેવી અનેક પોતાની સમસ્યાઓ તેમજ રજુઆતો દર્શાવતુ એક આવેદનપત્ર દિવ્યાંગ સેવા ટ્રસ્ટ,દાહોદ દ્વારા આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું.