કલેક્ટરની અધ્યક્ષતામાં પીપલ્સ પ્લાન કેમ્પેઇન ૨૦૨૨-૨૩ અંતર્ગત ૯ થીમ આધારીત જીપીડીપી પ્લાન માટે બેઠક યોજાઈ
નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ કલેક્ટરની અધ્યક્ષતામાં પીપલ્સ પ્લાન કેમ્પેઇન ૨૦૨૨-૨૩ અંતર્ગત ૯ થીમ આધારીત જીપીડીપી પ્લાન માટે બેઠક યોજાઈ
ખેડા જિલ્લામાં પીપલ્સ પ્લાન કેમ્પેઇન ૨૦૨૨-૨૩ અંતર્ગત ૯ થીમ આધારીત જીપીડીપી પ્લાન માટે ૧૯ જાન્યુઆરી થી ૨૧ જાન્યુઆરી દરમિયાન ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ વિષયના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટરની કચેરીએ ગ્રામસભા આયોજનની પુર્વતૈયારી અંગે એક બેઠક યોજાઈ હતી. તમામ ગ્રા.પં. મા ગ્રામસભા સુચારૂ અને સફળ રીતે પૂર્ણ થાય તથા જીપીડીપી પ્લાન દ્વારા ગામના છેવાડાના માનવી સુધી સરકારની યોજના પારદર્શી રીતે પહોંચે તે માટે જરૂરી ઉપાયો અપનાવવા જિલ્લા કલેક્ટર એ જણાવ્યુ. આ પ્રસંગે કલેક્ટર કે.એલ.બચાણીએ તમામ અધિકારીઓને સરકારની ૯ થીમ આધારીત પીપલ્સ પ્લાન કેમ્પેઇનને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યુ. બચાણીએ ગ્રામસભા માટે જીપીડીપી પ્લાન આ પીપલ્સ પ્લાન કેમ્પેઈનની ૯ થીમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દેવ,પીપલ્સ પ્લાન કેમ્પેઇન કમીટીના તમામ સભ્ય અધિકારીઓ, તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, તમામ મામલતદારઓ, તમામ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.