દેવગઢ બારીઆમાંથી પણ 15 જેટલી અલગ અલગ કૃતિઓ પ્રાથમિક, માધ્યમિક વિભાગમાંથી રજુ કરવામાં આવી હતી.
પથિક સુતરીયા દે.બારિયા
દેવગઢ બારીઆમાંથી પણ 15 જેટલી અલગ અલગ કૃતિઓ પ્રાથમિક, માધ્યમિક વિભાગમાંથી રજુ કરવામાં આવી હતી.
તા.17/01/2023 અને તા.18/01/2023 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ખરેડી તા. દાહોદ ખાતે દાહોદ જિલ્લા કક્ષાનો આઠમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ યોજાયેલ,જેમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી 55 જેટલી કૃતિઓ શિક્ષકો દ્વારા રજુ કરવામાં આવી હતી.જેમાં એમ.સી.મોદી હાઈસ્કૂલમાંથી શ્રી નિલમકુમાર.પી.મકવાણા અને શ્રી દિગ્વિજયસિંહ.ડી.જાદવ,માતાના વડ પ્રાથમિક શાળામાંથી શ્રીમતિ રેખાબેન.જે.કશ્યપ,ગોરડા ફ.વર્ગ,અંતેલા પ્રા. શાળામાંથી શ્રી ઈદ્રજિત.એલ રાઠોડ, કોલીયારી ફ.વર્ગ ચેનપુરમાંથી શ્રી ભોપતભાઈ.પી બારીઆ, મોટી ખજૂરી પ્રા. શાળામાંથી શ્રી રમણભાઈ પટેલીયા, રુવાબારીના મુવાડા પ્રા. શાળામાંથી શ્રી સંજયકુમાર.જી.ચૌહાણ, નાડાતોડ પ્રા. શાળામાંથી શ્રી ભરતકુમાર.જે. ડાયરા, ખેડા ફ.વર્ગ, સિંગોરમાંથી શ્રી શૈલેષભાઇ.કે.હરિજન વગેરે શિક્ષકોએ ભાગ લીધો હતો, સદર કાર્યક્રમમાં માકલેક્ટરશ્રી દાહોદ,ડી.ડી.ઓશ્રી નેહાકુમારી, ડી.ઈ.ઓ શ્રી કાજલબેન દવે તેમજ ડી.પી.ઈ.ઓ શ્રી મયુરભાઈ પારેખ તથા પ્રાચાર્ય શ્રી આર.જી. મુનિયા અને સમગ્ર ડાયેટની ટીમના સભ્યો હાજર રહ્યા હતા.બે દિવસના આ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા શિક્ષણમાં કરાયેલા નવતર પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા,કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ શીલ્ડ આપવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયેટના સિનિયર લેક્ચરર રોઝનીલ મેડમે કર્યું હતું…!