વિદ્યાર્થી ડિપ્રેશનમા ના રહે પરીક્ષા ના નામ થી પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ

દાહોદમાં શ્રીકમલમ આપડા દેશના યસસવી વડાપ્રધાન જ્યારે ટીવી ઉપર આવે ત્યારે જન્મ થી માંડી મતાધિકાર ઉપર વક્તવ્ય આપતા હોય છે પણ આ વાત છે જેનો મતાધિકાર નથી એવા વિદ્યાર્થીઓ માટે 2018માં “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેનો મૂળ હેતુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય એ પછી પ્રાથમિક હોય કે બોર્ડ હોય તે વખતે વિદ્યાર્થી ડિપ્રેશનમા ના રહે પરીક્ષા ના નામ થી ગભરાય નહિ અને વિના ડરે તે ખુશનમાં વાતાવરણમાં પરીક્ષા આપવા જાય જેથી તે વિદ્યાર્થી પોતાનું ધાર્યા કરતા સારું પરિણામ લાવી શકે.

27મી તારીખે મન કી બાત નો કાર્યક્રમ જેમાં પરીક્ષા પે ચર્ચા ઉપર પ્રધાનમંત્રી બોલવાના છે અને આ કાર્યક્રમ 500 વિદ્યાર્થીઓ સાથે દાહોદ જિલ્લાના દરેક મંડલમાં કરવાનો છે. દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવનાર છે તેવું લીમખેડા મંડલ ના સરદારસિંહ એ આ સમગ્ર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલીયર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહામંત્રી નરેન્દ્ર સોની અને સ્નેહલ ધરિયા , અને ડેટા મેનેજમેન્ટ મધ્ય ઝોનના ઇન્ચાર્જ ચિરાગ શાહ દાહોદ ગોધરાથી આવ્યા હતા અને દાહોદ જિલ્લા ડેટા મેનેજમેન્ટ ના ઇન્ચાર્જ દીપેશ લાલપુરવાળા તેમજ દાહોદ ના દરેક વિધાનસભા મંડલમાંથી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!