સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ
રિપોટર – ફરહાન પટેલ સંજેલી
સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ
સંજેલી ખાતે એક દિવસીય પ્રવાસે પધારેલા પધારેલા શહેરી વિકાસ અને આવાસ યોજનાના ભારત સરકારના કેન્દ્રીય મંત્રી કૌવશલ કિશોર એક દિવસીય વિધાનસભાના પ્રવાસે આવ્યા હતા ત્યારે સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ,કર્મચારીઓ,ગ્રામજનો વેપારીઓએ બેઠકમાં હાજરી આપી હતી જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, કેન્દ્રીય મંત્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો વ્યસન નામક નશાને જડમૂળ માંથી નેસ્ત નાબૂદ કરવા માટે હાંકલ કરવામાં આવી હતી યુવાઓમાં વ્યસનખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેને જડમૂળ માંથી નેસ્ત નાબૂદ કરવા હાંકલ કરી હતી અને સૌ લોકોએ સંકલ્પ લીધા હતા, તેમજ કેન્દ્રીય મંત્રીએ વિવિધ વિષયો પર સહજતા પૂર્વક ચર્ચા પરામર્શ કરી હતી,આ પ્રસંગ વેળાએ કેન્દ્રિયમંત્રી કૌવશલ કિશોર કુમાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, તાલુકાના અધિકારીઓ, જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલિયાર, વેપારીઓ,ગ્રામજનો મોટી સંખ્યામાં બેઠકમાં જોડાયા હતા