સિંગવડ ની આર્ટસ કોલેજ માં નેકની ટિમની વિઝિટ
રિપોટર – રમેશ પટેલ – સિંગવાડ
સિંગવડ ની આર્ટસ કોલેજ માં નેકની ટિમની વિઝિટ
સીંગવડની S R ભાભોર કોલેજની વિઝિટ કરતી માટે (નેક)ની ટિમ કોઈ પણ કૉલેજ માટે નેક જોડાણ લેવું અનિવાર્ય હોય છે ત્યારે તારીખ 19 અને 20 જાન્યુઆરી 2023 એમ બે દિવસ દરમિયાન નેક પિઅર ટીમ દાહોદ જિલ્લાનાં સીંગવડ તાલુકામાં આવેલ શ્રી સુમનભાઈ રંગજીભાઈ ભાભોર આર્ટસ કોલેજ સિંગવડની મુલાકાતે છે. આ બે દિવસ દરમિયાન નેક ટીમ દ્વારા કોલેજના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા નેક પિઅર ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને કોલેજના વિદ્યાર્થીઓનો એક અદ્વિતીય સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ થયા. નેક ની ટિમ માં અલગ અલગ રાજ્યમાં થી પ્રોફેસર પસંદ કરીને ટીમ બનાવવામાં આવે છે અને બીજા રાજ્યમાં ચાલતી કૉલેજોમાં મોકલી અને ત્યાંની કૉલેજનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

