ઝાલોદ તાલુકાના છાયણ ગામે પૈસાના મામલે ધિંગાણું : ચારને ઈજા
દાહોદ તા.૦૫
ઝાલોદ તાલુકાના છાયણ ગામે ઝઘડામાં સમાધાન કરાવ્યા પૈસા મામલે એક મહિલા સહિત ચાર જણાને ગડદાપાટ્ટુનો તેમજ લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી ઘરના સરસામનનું નુકસાન પહોંચાડી ધિંગાણુ મચાવતાં આ સંબંધે ચાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
ઝાલોદ તાલુકાના છાયણ ગામે કાળાપીપળ ફળિયામાં રહેતા રાહુલભાઈ કડકીયાભાઈ સંગાડા, કડકીયાભાઈ કલસીંગભાઈ સંગાડા, કનુભાઈ વજેસીંગભાઈ સંગાડા તથા સુરસીંગભાઈ વેલજીભાઈ સંગાડાનાઓએ ગત તા.૨૮.૧૦.૨૦૧૯ના રોજ એકસંપ થઈ પોતાની સાથે લાકડીઓ લઈ આવી પોતાના ફળિયામાં રહેતા રેશમબેન દિનેશભાઈ રાવતના ઘરે આવ્યા હતા અને દિનેશભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમોએ અગાઉ અમારા વિરૂધ્ધ થયેલ ઝઘડામાં કેમ સમાધાન કરાવીને પૈસા અપાવેલા તેમજ કહી દિનેશભાઈને ગડદાપાટ્ટુનો માર માર્યાે હતો. વચ્ચે છોડવવા પડેલ રેશમબેન, કાનસીંગભાઈ તથા શંકરભાઈને પણ લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત રેશમબેન દિનેશભાઈ રાવતે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

