ગરબાડા તાલુકાના સહાડા ગામે એકને ગડદાપાટ્ટુનો માર માર્યાે
દાહોદ તા.૦૫
ગરબાડા તાલુકાના સહાડા ગામે એક વ્યÂક્તને એક દંપતિએ સામાન્ય બાબતે ઝઘડો તકરાર કરી ગડદાપાટ્ટુનો માર મારી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના સહાડા ગામે રહેતા નરેશભાઈ બાપુભાઈ ખપેડે પોતાના ગામમાં રહેતા દિતાભાઈ રત્નાભાઈ ખપેડને કહેલ કે, મારા સામે શું જુવે છે, તેમ કહી બેફામ ગાળો બોલતા આ બાબતે દિતાભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી અને કહેલ કે, તારે અને મારે બનતુ નથી, તે કેમ આવો પ્રશ્ન કર્યાે અને તું શું કામ મને ગાળો આપે છે, તેમ કહેતા નરેશભાઈ અને તેમની પÂત્ન એકદમ ઉશ્કેરાય ગયા હતા અને દિતાભાઈને પકડી જમીન પર પાડી દઈ ગડદાપાટ્ટુનો માર મારી ઈંટ વડે ગાલ ઉપર માર મારી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત દિતાભાઈ રત્નાભાઈ ખપેડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.