જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મનરેગા યોજના અતંર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારાનું વાવેતર
નરેશ ગનવાણી – બ્યરોચીફ – નડિયાદ
જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મનરેગા યોજના અતંર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારાનું વાવેતર
નડિયાદ : જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સતત પ્રયત્નો દ્વારા સરકારની મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનના વ્યવસાયને વેગ આપી રોજગારીની તકો પૂરી પાડવા અને આ વ્યવસાય થકી તેમના જીવનધોરણમાં સુધારો કરવાના ઉમદા હેતુથી ખેડા જિલ્લામાં ઘાસચારાનું સફળતાપુર્વક વાવેતર કરવા આવ્યુ.
ખેડા- નડિયાદના જિલ્લા, તાલુકા, ગામ્ય કક્ષાના અધિકારી, કર્મચારીઓના સધન પ્રયત્નો થકી ખેડા જિલ્લામાં કુલ ૮૩૯૦ લાભાર્થીઓએ ઘાસચારાનું સફળતાપૂર્વક વાવેતર કરેલ છે.મનરેગા યોજના અંતર્ગત ઘાસચારાના વાવેતરથી દૂધાળા પશુઓના દૂધના ઉત્પાદન તથા ફેટમાં વધારો થતાં લોકોની આવકમાં વધારો થયેલ છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવેલ છે. ઉલ્લેખનીય છે કે ભારત એ ખેતીપ્રધાન દેશ છે, જેમાં મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે જે એકબીજાના પૂરક છે. અત્રેના ખેડા જિલ્લાની ચરોતર ભૂમિમાં પશુપાલનનો વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો છે.