દાહોદના અનાજના વેપારી સાથે છેતરપીંડી

દાહોદ તા.૦૫
દાહોદ શહેરના અનાજ માર્કેટ ખાતેના એક વેપારીને ત્યાંથી ચાર ઈસમો એક ટ્રકમાં સોયાબીનના ૩૨૫ દાગીના જેની કુલ કિંમત રૂ.૭,૫૮,૮૦૮ ની કિંમતનો માલ રાજસ્થાન ખાતે ન પહોંચાડી દાહોદના વેપારી સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી થયા હોવાની ફરિયાદ વેપારીએ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળે છે.
અદનાન ઈકબાલભાઈ ખરોદાવાલા (વ્હોરા,રહે.હાતીમ મંજીલ, પોલીસ ચોકી ૬,દાહોદ) જેઓની સાથે ગત તા.૨૦.૧૧.૨૦૧૯ના રોજ જયેન્દ્રભાઈ હસમુખલાલ ભૈયા (રહે.મથુરદાલની ચાલ,
આભાર – નિહારીકા રવિયા ગોધરા રોડ,દાહોદ), ભભુતસિંહ પ્રેમસીંગજી રાજપુત (રહે.પદમપુરા,તા.ગીરવા,જી.ઉદેપુર) તથા શંકર હીરાલાલ નાગદા અને રમેશભાઈ ગણેશલાલ પાલીવાલ (રહે.મોરચાવાસ,કેલવાડા,રાજસંમદ,રાજસ્થાન) નાઓએ એકબીજાના મેળાપીપળામાં આગોતરૂ કાવતરૂ રચી અદનાનભાઈ ઈકબાલભાઈ ખરોદાવાલા(વ્હોરા)ને કહેલ કે, તમારો માલ સહી સલામત અને સમયસર પહોંચાડી આપવાનો પાકો વિશ્વાસ અને ભરોસો આપી એક ટ્રકમાં સોયાબીનના દાગીના ૩૨૫ જેની વજન ૧૮૮.૧૫ ક્વીન્ટલ કુલ કિંમત રૂ.૭,૫૮,૮૦૮.૯૫ નો સોયાબીનનો માલ ટ્રકમાં ભરી લઈ જઈ મહેશ એડીબલ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ લી.કેથોડી,કોટા, રાજસ્થાન ખાતે આજદિન સુધી નહીં પહોંચાતા અને અદનાનભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનો અહેસાસ થતાં આ સંબંધે અદનાનભાઈ ઈકબાલવભાઈ ખરોદાવાલા (વ્હોરા) એ ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!