ગુલબાર ખાતેથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઇંગ્લિશ દારૂ સાથે બે ઇસમો ઝડપાયા

ગુલબાર ખાતેથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઇંગ્લિશ દારૂ સાથે બે ઇસમો ઝડપાયા

ગરબાડા પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલી હતી તે દરમિયાન ગુલબાર ખાતે પાટીયા ફળિયા ચોકડી ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન એમ.પી ના ભાડાખેડા તરફથી એક મોટરસાયકલ ઉપર બે ઈસમ મીણિયા થેલીમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ લાગતા તેને ઉભા રખાવી થેલો ચેક કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ભરેલો મળી આવતા તેઓને પકડી પાડી નામ ઠેકાણું પૂછતા કમલેશભાઈ જાગુભાઈ મેડા રહે માંડલી રાણાપુર તથા અલ્લુભાઇ જુમાભાઈ મેડા રહે માંડલી રાણાપુર મધ્યપ્રદેશ નું હોવાનું જાણવા મળ્યું હતું તેઓ પાસેથી દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ નંબર એમપી 45 એમ એસ 8030 તથા ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ દેખ બેગ પાઇપર ડીલક્ષ વીસ્કી નંગ 14 કિંમત રૂપિયા 8582 તથા મોટરસાયકલની કિંમત રૂપિયા 30000 મળી કુલ 38,582 નો મુદ્દા માલ ગરબાડા પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: