માતરના આંત્રોલીમાથ બોગસ ડોકટર ઝડપાયો
નરેશ ગનવાણી બ્યૂરોચીફ નડિયાદ
માતરના આંત્રોલીમાથ બોગસ ડોકટર ઝડપાયો
નડિયાદ: ખેડા જિલ્લામાં ડિગ્રી વગરના ડોક્ટરો પોલીસના હાથે તેમજ આરોગ્ય વિભાગના હાથે ઝડપાયા છે.
ખેડા જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે માત્રરના આંત્રોલી ગામેથી ડીગ્રી વગરના બોગસ તબીબને પકડી લીધો છે.
આ તબીબ સામે નિયમ મુજબ કાયદેસરનો ગુનો નોધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એસ.ઓ.જી પોલીસની ટીમી બાતમીના આધારે ગતરાત્રે માતર તાલુકાના આંત્રોલી ગામે મુકેશભાઈ રતિલાલ ભોઈના મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાંથી બોગસ દવાખાનુ ચલાવતો ધોરણ ૧૨ પાસ નરેશભાઇ રમણભાઇ ભોઇ રહે,સંધાણા, માતર જી.ખેડાને પકડી લીધો છે. પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાનો જથ્થો ઝડપી પાડયો છે. આ બાબતે પોલીસે તેની પૂછપરછ કરતાં તેની પાસે કોઈ ડિગ્રી કે લાઇસન્સ ન હોતું. અને ગેરકાયદેસર રીતે દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું પોલીસના
ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે અલગ અલગ પ્રકારની દવા સહિત અન્ય સાધનો મળી કુલ રૂપિયા ૭ હજાર ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો છે.સમગ્ર મામલે પોલીસે બોગસ તબીબ નરેશભાઈ ભોઈ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.


