દાહોદ સુપરફાસ્ટ ટ્રેનમાંથી મહિલાએ ચાલુ ટ્રેનમાંથી ભૂસકો મારતા અફરા તફરીનો માહોલ
દાહોદ તા.૦૬
દાહોદના ઘાંચીવાડ વિસ્તારની એક મહિલા એક યુવતી સાથે વડોદરા ખાતે કોઈ કામ અર્થે ગઈ હતી જે પરત દાહોદ આવવા માટે ભુલથી સુપરફાસ્ટ ટ્રેન માં બેસી હતી. અને દાહોદ આવતા જ આ ટ્રેનનું દાહોદ સ્ટોપેજ ન હોવાનું માલુમ પાડતા તે મહિલાએ ચાલુ ટ્રેનમાંથી ભૂસકો મારતા અફરા તફરીનો માહોલ છવાયો હતો.જોકે ઉપરોક્ત ઘટનાની જાણ આર પી એફ ના જવાનો થતા તેઓ ઘટના સ્થળે જ પહોંચી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે મોકલી આપી ટ્રેનમાંથી પટકાયેલી મહિલાએ ભૂસકો માર્યો કે કોઈકે ધક્કો માર્યો તે દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ ના મોટા ઘાંચીવાડ વિસ્તાર ની આધેડ મહિલા કોઈક યુવતી સાથે ગતરોજ વડોદરા કોઈ કામ અર્થે ગઈ હતી ત્યાંથી પરત દાહોદ આવવા માટે ટ્રેનનં ૨૨૬૫૫ તિરૂવંતપુરમ હઝરત નિજામુદ્દીન સુપર ફાસ્ટ ટ્રેનમાં ભુલથી બેસી ગઈ હતી. ટ્રેન ચાલુ થયાના થોડાક સમય બાદ આ ટ્રેનનું દાહોદ ખાતે રોકાણ ન હોવાનું માલુમ પડતા ગભરાયેલી મહિલાએ ટ્રેન દાહોદ આવતા જ ચાલુ ટ્રેને ભૂસકો મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જોકે આ મામલાની જાણ થતાં જ આર.પી.એફ.જવાનો ઘટના સ્થળ પર દોડી આવી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે દાહોદના ખાનગી દવાખાનામાં સારવાર અર્થે મોકલી દીધી હતી.જેમાં આ મહિલા સાથે ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલી સમીના નામક યુવતી રતલામ સ્ટેશન પહોંચી હોવાની જાણ રતલામ.આર. પી.એફ. ના અધિકારીયોને કરાતા આ યુવતી ને દાહોદ પરત મોકલવાની તજવીજ હાથ ધરી છે.
—————–