ઘરફોડ ચોરીના આરોપીને નેત્રમ કેમેરાની મદદથી દાહોદ એ. ડિવિઝન પોલીસે એક આરોપીને ઝડપી પાડયો.
નીલ ડોડીયાર
દાહોદ તા.૨૧
ઘરફોડ ચોરીના આરોપીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કેમેરાની મદદથી દાહોદ એ. ડિવિઝન પોલીસે એક આરોપીને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂપિયા 12,800/- સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
દાહોદ એ ડિવિઝન પોલીસે ગતરોજ એક ઘરફોડ ચોરીના આરોપી ફેઝાન અઝીજભાઈ કેસારા (રહે. માળીનો ટેકરો, ઘાંચીવાડા, દાહોદ તા.જી. દાહોદ) ને દાહોદ શહેરમાં લાગેલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કેમેરાની મદદ થી દાહોદ શહેરમાંથી ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા 12,800/-ઝડપી પાડી ઉપરોક્ત ઇસમને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.