ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામની મુલાકાત લેતા જનજાતી સામાજિક આગેવાન : અજિતદેવ પારગી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામની મુલાકાત લેતા જનજાતી સામાજિક આગેવાન : અજિતદેવ પારગી
આદિવાસી સમાજમાં થતું ધર્માંતરણ અને નશા ખોરી રોકવા સમાજનો યુવા વર્ગ આગળ આવે : અજિતદેવ પારગી
ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામની મુલાકાત આદિવાસી સમાજના જનજાતિ આગેવાન અજીતદેવ પારગી દ્વારા લેવામાં આવી હતી. ઝાલોદ નગર રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું છે. આ વિસ્તારમાં કાયમી રોજગારી અને શિક્ષણનો અભાવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહેલ છે. રોજગારી અને શિક્ષણનાં અભાવના લીધે અહીંયાં વસતા લોકો ગરીબીનો શિકાર બને છે તેના લીધે આજનો યુવાન નશા ખોરીના રવાડે ચઢે છે તેમજ પૈસાની લાલચમાં ધર્માંતરણ તરફ પણ વળી જાય છે. ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડરના ગામોમા શિક્ષણ અને રોજગારીના અભાવના કારણે ગરીબ જીવન જીવી રહેલા આદિવાસી સમાજમા ધર્માન્તરણ, નશા ખોરી, તેમજ અન્ય અનેક દુષ્પ્રવૃતિઓ ચાલી રહી છે ત્યારે તેને રોકવા માટે સમાજના યુવાનોએ આગળ આવવુ જોઈએ. જનજાતી સામાજિક આગેવાન એવા અજીતદેવ પારગીએ જન સમાજને જાગૃત કરવા માટે ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે સમાજ જાગરણ અર્થે બેઠક યોજી હતી અને માતાઓ,બહેનો યુવાનો અને વડીલોએ સામાજિક આગેવાન એવા અજીતદેવ પારગીને સાંભળ્યા હતા.