ટુ વ્હીલર અને રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર શખ્સની પોલીસ દ્વારા મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ.

પંકજ પંડિત તાલુકો ઝાલોદ

ઝાલોદ તાલુકાના ઘાવડીયા રસ્તા પર ટુ વ્હીલર અને રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર શખ્સની પોલીસ દ્વારા મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ ટુ વ્હીલર પર ૫૮૭૪૦ અને રિક્ષામાં 1,04,340 નો મુદ્દામાલ પકડવામાં પોલીસને સફળતા મળી

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે બોરવા ફળિયા રોડ પર ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત એરિયામાં વગર પાસ પરમીટે વાદળી કલરની એક્સેસ ટુ વ્હીલર GJ-27-DY-7923 માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ 28740 અને ટુ વ્હીલરની કીંમત 30,000 થઇ 58,740 રૂપિયાના મુદ્દામાલ સાથે અમદાવાદના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે .બીજો બનાવ ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પર પ્રતિબંધિત વિસ્તારમાં GJ-01-TB-9184 નંબરની રીક્ષામાં પાસ પરમિટ વગર ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારુ 33840 તેમજ રીક્ષાની કીમત 70000 થઇ 1,04,340 ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ઝાલોદ પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઉપરોક્ત બંને ગુનાઓમાં દારૂની હેરાફેરી કરતા ગુનેગારોને પકડવા ઝાલોદ પોલીસને સફળતા મળેલ છે તેમજ બંને ગુનાઓના આરોપીઓ પર કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!