ફતેપુરાના મોટીનાદુકણ ગામે ચપ્પુના ઘા મારી મોત નીપજાવી ભાગી જનાર બે આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપી પાડ્યા.
પ્રતિનિધિ પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરાના મોટીનાદુકણ ગામે બચપ્પુના ઘા મારી મોત નીપજાવી ભાગી જનાર બે આરોપીઓને ફતેપુરા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા તારીખ 16/ 1/ 2023 ના રોજ મોટી નાદુકાન ગામે માનસિંગ ખેમા ડામોર ને ત્યાં વાંસતા પૂજનના પ્રોગ્રામમાં રઘુનાથ તેરસિંગ ડીંડોર વાસ્તુપૂજનમાં આવેલ હતો તેમાં મોટી નાદુકણના મહેશ ભાથી ડીંડોર અને મહેન્દ્ર ભાથી ડીડોર આ બંને જણાએ રઘુનાથ તેરસિંગ ઉપર જીવલેણ હુમલો કરેલ અને ચપ્પુ ના ઘા ગળામાં અને શરીરે ઉપરા ઉપરી કરતા રઘુનાથ તેરસિંગ નું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું અને આ બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા ફ્તેપુરા પી.એસ.આઇ જી.કે .ભરવાડ તથા સ્ટાફ દ્વારા ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી સતત તપાસ હાથ ધરી ખાનગી તેમજ અંગત બાદમીદારોની રાહે અને ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના દિવસોમાં આરોપીઓ સુધી પહોંચી આરોપીઓની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓને ત્રણ દિવસની કસ્ટડી રિમાન્ડ હેઠળ રાખવામાં આવેલ છે