ઝાલોદ નગરમાં રખડતા કૂતરાઓમાં ગંભીર બીમારીઓ નજર આવી : જવાબદાર તંત્ર મૌન.
પંકજ પંડિત ઝાલોદ
કૂતરાઓના શરીરે થી વાળ ઉડી ગયેલા તેમજ હડકાયા થયેલા ફરતા જોવાઈ રહેલ છે
હડકાયા કૂતરા દ્વારા કેટલાય લોકોને કરડવાના બનાવો નગરમાં બનેલ છે
ઝાલોદ નગરમાં કેટલાય મહિનાઓ થી રખડતા કૂતરાઓમાં કોઈ ગંભીર બીમારી જોવા મળી રહી છે. કઈ બીમારી છે તે હજુ સુધી ખબર પડતી નથી. આ રખડતા કૂતરાઓના શરીરે થી વાળ ઉડી જવા, શરીરે ચાઠા પડી જવા ,શરીરમાં નબરાઈ જોવાવી તેમજ બીમારીને લઈ છેલ્લે હડકાઈ જાય છે. આ રખડતા કૂતરાઓ ને સારવાર નથી મળતી, આ માટે કોઈ પશુ પ્રેમી પણ સંસ્થા પણ આગળ નથી આવી તેમજ નગરમાં જવાબદાર સંસ્થાઓના અધિકારીઓ પણ આ બધું જોઈ રહ્યા છે છતાય બધાં આ ગંભીર બીમાર વિશે અજાણ જોવા મળી રહ્યા છે. કૂતરાઓ ગંભીર બીમારી થી પીડાઈ હડકાયા બનતા નગરજનોને કરડી શિકાર પણ બનાવી રહ્યા છે. આ અંગે નગરના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી વધુ કોઈને કૂતરાઓ જાહેર જનતાને ન કરડે તે માટે કોઈ જવાબદાર તંત્ર કેમ ચિંતા નથી કરતું આવો પ્રશ્ન લોકોમાં ઉદભવી રહ્યો છે.



