ખેડા જીલ્લા હોમગાર્ડઝદળના બે અધિકારીને મળેલ મુખ્યમંત્રી એવોર્ડ
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
ડાયરેકટર જનરલ, સિવીલ ડિફેન્સ અને હોમગાર્ડઝ ,ગુજરાત રાજય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ અધિકારીઓ સભ્યોની લાબી પ્રસંસનીય તેમજ વિશિષ્ટ સેવાબદલ મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી કરાતી હોય જેમાં ગુજરાત રાજયના ૩૦ હોમગાર્ડઝ પૈકી ખેડા જીલ્લાના બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. જે ખેડા જીલ્લા માટે ગૌરવપ્રદ ઘટના ગણી શકાય.
ખેડા જીલ્લાના સોડપુર યુનિટ ખાતે કંપની કમાન્ડર અને ઇન્ચાર્જ ઓફીસર કમાન્ડીગ તરીકે ફરજ બજાવતા રમણભાઇ સોમાભાઇ રાઠોડ તથા મહેમદાવાદ યુનિટ ખાતે આસીસ્ટન્ટ સેકસન લીડર
તરીકે સેવાઓ આપતા વિઠ્ઠલભાઇ રણછોડભાઇ સોલંકીની મુખ્યમંત્રીશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જે ખેડા જીલ્લા માટે ગૌરવપ્રદ ઘટના ગણી શકાય. જીલ્લા કમાન્ડન્ટ મહેશભાઇ મહેતા દવારા તેઓની દરખાસ્ત અત્રેથી તૈયાર કરીને ડાયરેકટર જનરલને મોકલવામાં આવી હતી જેના પરીણામે લાબી પ્રસંસનીય તેમજ વિશિષ્ટ સેવાબદલ મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ઉપરોકત એવોર્ડ મેળવનાર બન્ને હોમગાર્ડઝ અધિકારીઓને જીલ્લા કલેકટર કે.એલ.બચાણી તથા જીલ્લા પોલીસવડા રાજેશ ગઢીયાએ પણ અભિનંદન પાઠવ્યા હતા.