સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
રિપોટર અજય સાસી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા17 વર્ષથી કાર્યરત છે જેમાં અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા 23 જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સુભાષચંદ્ર બોઝ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.23 જાન્યુઆરી 1897 નો દિવસ વિશ્વ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો હતો.ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી સંગાડા દ્વારા સુભાષચંદ્ર બોઝ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી 12 સપ્ટેમ્બર 1944ના રોજ રંગુનના જુબલી હોલમાં શહીદ યતિદ્રદાસના સ્મૃતિ દિવસ પર નેતાજીએ અત્યંત માર્મિક ભાષણ આપતા કહ્યું – હવે આપણી આઝાદી નિશ્ચિત છે. પરંતુ સ્વતંત્રતા બલિદાન માગે છે.”તમે મને લોહી આપો, હું તમને સ્વતંત્રતા આપીશ” આ વાક્ય દેશના નવ યુવાનોમાં જીવ ફૂકનારું વાક્ય હતું, જે ભારતમાં જ નહિ પરંતુ વિશ્વના ઈતિહાસમાં પણ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો અશ્વિનભાઈ સી સંગાડા, રાજુભાઈ એસ. મકવાણા તેમજ વિશેષ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.



