ઝાલોદ એસ.ટી ડેપો મેનેજરને ઝાલોદ દાહોદ બસ વધારવા જાગૃત મુસાફરોની માંગ.

પંકજ પંડિત ઝાલોદ

સવારે 8:30 થી 10:30 દરમ્યાન નોકરીએ અને સ્કૂલ,કોલેજમાં જતાં વધુ મુસાફરો વધુ હોવાથી મુસાફરોને પડતી હાલાકી

   ઝાલોદ એસ.ટી ડેપો મેનેજરને ઝાલોદ થી દાહોદ જવા માટે 8:30 થી 10:30 વાગ્યાના અરસામાં દાહોદ જવા માટે વધુ બસો મુકવા માટે મુસાફરોએ એક આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે. 

ઝાલોદ થી દાહોદ જવા માટે 8:30 થી 10:30 વાગ્યા સુધીમાં મુસાફરો વધુ પ્રમાણમાં અને બસો ઓછી હોવાથી દાહોદ જવા માટે મુસાફરોને ભારી હાલાકી ભોગવવી પડે છે. મુસાફરોને બસમાં ઉભા ઉભા જવું પડે છે તેમજ વધુ ભીડ હોવાથી ધક્કામુક્કીનો સામનો પણ કરવો પડે છે. આ સમય દરમ્યાન દાહોદ જવા માટે નોકરિયાતો તેમજ વિધાર્થીઓનો ઘસારો વધુ પ્રમાણમાં જોવા મળે છે. બસમાં ભીડ હોવાથી બીજી બસમાં જતા ઓફિસ, સ્કૂલ કે કોલેજ જનાર મુસાફર સમયસર પહોંચી સકતો નથી. લાંબા રૂટ થી આગળથી આવતી બસો આગળથી ફુલ આવતી હોવાથી મુસાફરોને અગવડતા પડે છે અને તે બસોમાં જગ્યા ન હોવાથી ઉભા ઉભા ધક્કામુક્કીમાં જવું પડે છે.
ઝાલોદ ડેપો જાતે ઝાલોદ થી દાહોદ જવા માટેની બસો વધારે તેવું મુસાફર ઇચ્છી રહ્યાં છે. ઝાલોદ ડેપો માંથી 8:30 થી 10:30 દરમિયાન ચાર થી પાંચ બસો વધે તો નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગને રાહત થાય તેવું મુસાફરોનું માનવું છે.
ઝાલોદ ડેપો મેનેજર સાથે પ્રેસ રિપોર્ટર તરીકે આ સમસ્યા માટે ટેલીફોનીક વાતચીત કરતાં તેમણે આ સમસ્યાનો ઉકેલ બહું જલ્દી લાવી આપીશું તેવી બાંહેધરી આપી હતી. તેમજ આ અંગેના આયોજન વિશે તેઓ કામગીરી કરી રહ્યા છે તેવું પણ ડેપો મેનેજર દ્વારા કહેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: