૧૨૨-લુણાવાડા વિધાનસભાના તમામ મતદારો / જાહેર જનતા જોગ.
અમિત પરમાર
ભારતના ચૂંટણી પંચ ધ્વારા હાલ ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લીન્ક કરવા અંગેની કામગીરી ચાલુ છે. જે કામે મતદારયાદીમાં આપના નામની ચકાસણી કરી આપના ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીન્ક કરવા કામે બી.એલ.ઓ.શ્રી આપના ઘર / ફળીયા | વિસ્તારની મુલાકાત કરવાના છે તો તેઓને સહકાર આપવા માટે ખાસ નમ્ર અપીલ છે.તેમજ જો આપ ચાહો તો જાતે પણ આપના મોબાઇલથી www.nvsp.in (Websit) અથવા પ્લેસ્ટોર / એપસ્ટોરમાંથી VOTERHELPLINE_Application_ડાઉનલોડ કરીને ફોર્મ-૬બી ભરીને ચૂંટણીકાર્ડ સાથે લીન્ક કરી શકો છો. તેમજ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરી આધારકાર્ડ લીન્ક કરાવી શકો છો.