પુત્રના લગ્ન માટે દોઢ લાખ લીધા વ્યાજખોરે વ્યાજ સાથે ૧૫.૫૦ લાખ માગ્યા.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદના  વિધવા મહિલાએ પુત્રને
પરણાવવા  દોઢ લાખ વ્યાજખોર પાસેથી લીધા  વ્યાજ સાથે ૧૫.૫૦ લાખ વ્યાજખોરે બાકી કાઢ્યા હતાં. જો કે, મહિલાએ વ્યાજ સહિત ૨.૬૫ લાખચૂકવી આપ્યાં છે. આમ છતાં પણ ઊંચું વ્યાજનું વળતર બાકી કાઢતાં સમગ્ર મામલે મહિલાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદનોંધાવી છે.નડિયાદ શહેરના એસઆરપી રોડ પર આવેલા જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય વિધવા મહિલા નયનાબેનસુરેશચંદ્ર પંડ્યાએ પોતાના દીકરાને પરણાવવા  માટે પાડોશમાં રહેતા કેતનનારણભાઈ પંચાલ પાસેથી વ્યાજે રૂપિયા ૫૦ હજાર અને પછી રૂપિયા ૧ લાખ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. વિધવા
પેન્શનમાંથી અને દીકરો બેંકમાં નોકરી કરી ગુજરાન ચલાવતા  હતો. દીકરાના પહેલા લગ્નના એક વર્ષના ટૂંકા ગાળામાં જ છૂટાછેડાથયા હતા. મહિલાએ પોતાના દિકરાને બીજી
વખત પરણાવવા માટે બીજી વખત રૂપિયા એક લાખ કેતન પાસેથી લીધા હતા. ત્યારે વ્યાજખોર કેતન પંચાલે આ મહિલાને જણાવ્યું કે, તમારે તેની અવેજમાં ક્રેડિટ તરીકે કંઈક આપવું પડશે તેથી મહિલાએ પોતાનો પાસે રહેલો સાડા ત્રણ તોલા સોનાના બિસ્કીટ તેમજ મકાનના દસ્તાવેજોની ઝેરોક્ષ કોપી ઉપરાંત એક લાખ રૂપિયાની વીમા પોલિસી આપી હતી. આ ઉપરાંત અગાઉ પણ ૫૦ હજાર લીધા ત્યારે સોનાનું મંગળસૂત્ર સહિત કાનની બુટ્ટી આ વ્યાજખોરને આપી હતી. આટલું આપ્યું છતાં પણ વ્યાજખોર કેતન પંચાલેમહિલા પાસેથી બેંકનો કોરો ચેકસહી કરેલો લીધો હતો. અને સાથેમહિલાએ પોતાના દીકરાના છૂટાછેડાના કાગળિયાઓ ક્રેડિટ તરીકે વ્યાજખોરને આપ્યા હતા. મહિલાએ વ્યાજ સહિતકુલ રૂપિયા ૨ લાખ ૬૫ હજારઆપવા છતાં પણ વ્યાજ સહિત કુલરૂપિયા ૧૫.૫૦ લાખ બાકી કાઢ્યા હતા. જો કે, મહિલાએ જણાવ્યું કે ઉપરોક્ત દાગીના તથા મકાનના દસ્તાવેજ હોવાથી તમને હું મારું મકાન લખી આપું તેમ જણાવતાવ્યાજખોરે જણાવ્યું કે, મકાનની મારા નાણાં જેટલી કિંમત આવી શકેતેમ નથી, તેથી મારે મકાન જોઈતું નથી, મને મારા રૂપિયા આપી દો. જોકે નાણાં ન મળતાવ્યાજખોર કેતન તથા તેની પત્નીએ આ  મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ વિધવામહિલાએ અંતે સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં વ્યાજખોર કેતન પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: