સંતરામ મહારાજના સમાધિ મહોત્સવમાં શ્રીમદ્ ભાગવત ભાગવત કથાનો પ્રારંભ આજે હેમંત ચૌહાણ ભજનોમાં રસતરબોળ કરશે.
નરેશ ગનવાની બ્યુરો ચિફ્ નડિયાદ
સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવની ઉજવણીનો આરંભ થયો છે. જેમાં સોમવારે સવારથી મંદિરના લીમડા મેદાનમાં ગુજરાતના સુપ્રસિદ્ધ પ.પૂ.શ્રી જીગ્નેશદાદાની ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ ઉપરાંત મંદિરના મુખ્ય લીમડાવાળા ચોકમાં કથામંડપ ખાતે સોમવારથી દ૨૨ોજ રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયકો અને ભજનિકોની ભજન સંધ્યા પણ શરુ થયો છે. જેના ભાગરૂપે ગુજરાતના જાણિતા ભજનિકની ભક્તિ સંગીત સંઘ્યા આજે રાત્રે સંતરામ મંદિરના પટાંગણમાં યોજાશે. મંદિર ખાતે ચાલી રહેલા સમાધિ મહોત્સવના ભાગરુપે હેમંત ચૌહાણ આજે ખેડા જિલ્લાના સંતરામ ભક્તોને લોકપ્રિય ભજનોમાં રસતરબોળ કરશે. હેમંત ચૌહાણ છેલ્લાં ૪૦ વર્ષથી ગુજરાતના લોકસંગીત ડાયરાઓ અને ભજન સંધ્યાઓ માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમણે સંતરામ સાખી, સંતરામ મહારાજની આરતી અને ધૂનની રમઝટ બોલાવી છે. ખાસ કરીને તેમની પ્રખ્યાત ધૂન ‘સોહંગ રામ રામ, સંતરામ રામ રામ’ આજે ચરોતરના લોકકંઠે ખૂબ જ ગવાય છે. તેમની સંતરામ સત્સંગની ઓડિયો તથા વિડીયો સીડી પણ ધૂમ પ્રસિદ્ધિ પામી છે. આજે રાત્રે સાડા સાત વાગે તેમના કંઠે ગુજરાતના જાણીતા ભજનો અને સંતરામ મંદિરના પદોનું અનોખું ગાન યોજાશે.



