આણંદમાં સી.પી.પટેલ કોલેજમાં સિંધી ભાષાની પરીક્ષા યોજાઇ
સિંધી ભાષા લુપ્ત થતી બચાવવા સિંધી ભાષા વિકાસ પરિષદની પહેલ ના ભાગરૂપે
આણંદમાં સી.પી.પટેલ કોમર્સ કોલેજ માં સિંધી ભાષાની પરીક્ષા યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ સરકાર સાથે મળીને આ પહેલ શરુ કરી જેમાં સિંધી ભાષાના સર્ટિફિકેટ થી એડવાન્સ ડિપ્લોમા સુધીના કોર્ષ ચલાવવામાં આવે છે. વર્ષમાં એક વખત તેની પરીક્ષા પણ લેવામાં આવે છે. ૨૨ જાન્યુઆરીના રોજ આ પરીક્ષા આણંદ સહિત સમગ્ર દેશમાં આ પરીક્ષા લેવાઈ હતી. જેમાં આણંદ ના ૪૮ વિદ્યાર્થીઓહાજર રહ્યા હતા. આણંદમાં આકલાસનું સંચાલન સોનીબેન હેમનાણી તથા ગીતાબેન બુધરાણી દ્વારા કરવામાં આવે છે. તથા સમગ્ર ગુજરાત માં કંવર કલા કેન્દ્રના પ્રમુખ મુરલીભાઈ ભોજવાણી દ્વારાસંચાલન કરવામાં આવે છે. આ પરીક્ષા ને સફળ બનાવવા આણંદ સિંધી સમાજ ના પ્રમુખ તુલસીભાઈ રાસધારી, ઉપ પ્રમુખરાજુભાઈ ચંચલાણી, તથા સમાજના અગ્રણી તોલારામ વરિયાણી તથા સોનુભાઈ સેવરામાણી ખાસ હાજર રહ્યા। સી.પી કોલેજનાં અધ્યાપિકા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્રપરીક્ષાનું સંચાલનવડોદરાનાં મુસ્કાનબેન તલરેજા,ધ્રુવાબેન દવે અને આણંદજીલ્લાના પરીક્ષા ના ઓબ્ઝરવરપ્રકાશભાઈ આહુજા દ્વારા કરવામાંઆવ્યું હતું.