ઝાલોદ તાલુકામાં વસંત પંચમીના તહેવારનું બાબા શ્યામના ભક્તો માટે અનેરું મહત્વ
રિપોટર પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકામાં વસંત પંચમીના તહેવારનું બાબા શ્યામના ભક્તો માટે અનેરું મહત્વ
વસંત પંચમીના દિવસે શ્યામ બાબાનું અંગ વસ્ત્ર બદલવામાં આવે છે જે શ્યામ બાબા બારેમાસ પહેરી રાખે છે
શ્યામ બાબાના ભક્તો માટે અંગ વસ્ત્ર દિવ્ય વરદાન સ્વરૂપ હોય છે
આખાં ભારત વર્ષમાં ખાટું શ્યામના ભક્તો દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વધતા જાય છે. રાજસ્થાનમાં શિખર જિલ્લામાં આવેલું ખાટું નાનકડું ગામ છે. પણ ત્યાં જગતના તાત એવા બાબા શ્યામ વિરાજે છે તેથી તે બાબા શ્યામને ખાંટુ શ્યામ તરીકે ઓળખાય છે. ખાંટુ શ્યામમાં આવેલ બાબા શ્યામ પ્રત્યે ભક્તોમાં અનન્ય શ્રદ્ધા છે અને ત્યાં બાબા શ્યામ શાક્ષાત સ્વરૂપમાં વિરાજે છે તેવી દરેક ભક્તોની દ્રઢ ભાવનાં છે તેથી ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા ઉમટે છે અને બાબા શ્યામના દિવ્ય આશીર્વાદ મેળવે છે. વસંત પંચમીના તહેવારનું દરેક હિન્દુ વર્ગના લોકો માટે અલગ અલગ મહત્વ છે. ખાંટુ શ્યામના ભક્તો માટે પણ વસંત પંચમીનો અનેરો મહત્વ છે. બાબા શ્યામ પોતાના શરીર પર બારે માસ એક વસ્ત્ર પહેરી રાખે છે તે વસ્ત્ર વર્ષમાં એક જ વખત બદલવામાં આવે છે અને તે વસ્ત્ર વસંત પંચમીના દિવસે બદલવામાં આવે છે. આ વસ્ત્રને અંગ રખી તરીકે ઓળખાય છે. વસંત પંચમીના તહેવારનું બાબા શ્યામના ભક્તો માટે ખૂબ જ ખાશ હોય છે.બાબા શ્યામના ભક્તો ખાશ આ દિવસની રાહ દેખે છે. વસંત પંચમીના દિવસે બાબા શ્યામને કેસરીયા શણગાર કરવામાં આવે છે તેના પહેલા બાબા શ્યામના અંદરના વસ્ત્ર પણ બદલવામાં આવે છે જેના માટે બાબા શ્યામના ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે. આ વસ્ત્ર વર્ષમાં એક વાર બદલવામાં આવતા આ વસ્ત્ર બાબા શ્યામના ભક્તો માટે કોઈ વરદાન થી ઓછું નથી. આ વસ્ત્ર મા એટલી શકતી હોય છે કે આ વસ્ત્ર મૃત્યુ પામેલ વ્યક્તિમાં પ્રાણ ફૂંકી શકે છે.આ વસ્ત્ર થી સંતાન પ્રાપ્તિ, વ્યાપાર , નોકરી ,સુખ, શાંતિ મળે છે આ વસ્ત્ર જે સૌભાગ્ય શાળી હોય તેને મળે છે. આ વસ્ત્ર દરેકે ભક્તો પ્રસાદના સ્વરૂપમાં મેળવવા માટે પ્રયત્ન કરે છે .દરેક ભક્તોમાં આ અતૂટ વિશ્વાસ છે કે બાબાના આંતર વસ્ત્રનો પ્રસાદ દરેક કાર્યો સિદ્ધ કરે છે. બાબા શ્યામના આંતર વસ્ત્રનો પ્રસાદ અસંભવ કાર્યને પણ સંભવ બનાવે છે. જેનાં પાસે આ વસ્ત્રનો પ્રસાદ હોય તે ખૂબ સૌભાગ્ય શાળી કહેવાય છે. ઝાલોદ નગરમાં પણ વસંત પંચમીના અવસરે બાબા શ્યામનું પંચામૃત સ્નાન કરવામાં આવનાર છે અને ત્યારબાદ બાબા શ્યામે બાર મહિનાથી પહેરેલ આંતર વસ્ત્ર બદલવામાં આવનાર છે. આ વસ્ત્ર વરદાન થી ઓછું નથી હોતુ તેથી બાબા શ્યામના બાર મહિને પહેરેલ પોશાકને પ્રસાદી રૂપે મેળવવા માટે દરેક શ્યામ ભક્તો પૂજારી પાસે મેળવવા માટે પહોંચનાર છે અને મંદિરના પૂજારી જી દ્વારા દરેક ભક્તોને પ્રસાદીના સ્વરૂપમાં વસ્ત્ર દરેક શ્યામ ભક્તોને આપનાર છે.જેથી આસપાસના દરેક ભક્તો મંદિરે પહોંચી બાબા શ્યામનો આ પ્રસાદ લઇ પોતાના જીવનને ધન્ય બનાવે. દરેક ભક્તો બાબા શ્યામના દિવ્ય દર્શન કરી અને આશીર્વાદ મેળવવાનો અનેરો લ્હાવો લઈ આશીર્વાદ મેળવનાર;છે.