વસો તાલુકામાં આશા એવોર્ડ સમારોહ યોજાયો.
નરેશ ગનવાની બ્યુરો ચિફ્ નડિયાદ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નડીયાદ ના માર્ગદર્શન હેઠળ વસો તાલુકાનો આશા એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો. જેમાં ધારાસભ્ય માતર વિધાનસભા કલ્પેશભાઈ પરમાર, વસો તાલુકા પંચાયત ના પ઼મુખ હેમલબેન પટેલ, ઉપ પ્રમુખ અરવિંદભાઇ, ટી.એચ.ઓ. ડો અંજના સોની, આર્ટ્સ & કોમર્સ કોલેજ વસો ખાતે હાજર રહેલ.. દરેક પ્રા.આ.કેન્દ્ર ના ત્રણ આશા બહેનો અને એક ફેસીલેટર બહેન ને ટ્રોફી તેમજ પ્રમાણ૫ત્ર મંચસ્થો મહાનુભાવોના કરકમળ હસ્તેે એનાયત કરવામાં આવ્યાહ. આશા બહેનો દ્વારા આ કાર્યક્રમમાં આરોગ્ય ના સંદેશા આપતી સુંદર કૃતિઓ રજુ કરેલ. સમગ્ર કાર્યક્રમ નું આયોજન વસો ths જી બી મેઘા અને તાલુકા ની આરોગ્ય ની ટીમ દ્વારા કરવામાં આવેલ.