વડતાલમાં વસંત પંચમીના રોજ ૧૯૭ મી શિક્ષાપત્રી જયંતિ ઉજવાશે
નરેશ ગનવાની બ્યુરો ચિફ્ નડિયા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વડતાલ ધામ પ્રિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં તા.૨૬ મી જાન્યુઆરીને વસંત પંચમી ના રોજ ૧૯૭ મી શિક્ષાપત્રી જયંતિ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાશે. આ પ્રસંગે શ્રી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંત વલ્લભદાસજી સ્વામી એ જણાવ્યું હતું કે આ દિવ્ય મહોત્સવ અંતગર્ત શિક્ષાપત્રી કથાનું આયોજન, શિક્ષાપત્રી પૂજન, અભિષેક અને સમૂહ પાઠ ઉપરાંત ધૂન સહિત વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. શિક્ષાપત્રી કથાના વક્તા પદે યુવાન શાસ્ત્રી રઘુનંદનદાસજી કથાનું સુમધુર વાણીમાં રસપાન કરાવશે. સમગ્ર મહોત્સવના યજમાન અ.નિ. દિલીપભાઈ રામભાઈ પટેલ હસ્તે અમિતભાઈ પટેલ આર.એસ. પરિવાર વડતાલ છે. વર્ષમાં માત્ર એક જ દિવસ બહેનો ભક્તોને હરિ મંડપમાં દર્શન તથા શિક્ષાપત્રી પાઠનો સમય સવારે ૭ થી ૧૧ કલાકે રાખવામાં આવેલ છે. આ મહોત્સવમાં સંપ્રદાયના તમામ ભક્તોને કથા દર્શનનો લાભ લેવા પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.