દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય “કમલમ” ખાતેજિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારે ધ્વજવંદન કર્યું.
નીલ ડોડીયાર
74 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી નિમિતે દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે
જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર દ્વારા ધ્વજ વંદન કરાયું. પ્રાસંગિક પ્રવચન માં તેઓએ દેશ ની આઝાદી માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકો ને યાદ કરી , નમન , વંદન કર્યા હતા .
મળેલ અમૂલ્ય આઝાદી ને આપણે સૌ મળી ને સાચવીએ અને દેશ ની તાજા સ્થિતિ ની જાણકારી આપી તેને સુરક્ષિત રાખવા અનુરોધ કર્યો હતો. અંતે સૌ કાર્યકરો ને પ્રજાસત્તાક પર્વ ની શુભકામનાઓ પાઠવી હતી.
ધ્વજવંદન કાર્યક્રમ માં દાહોદ જિલ્લા મંત્રી ભરતભાઈ સોલંકી, જિલ્લા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકી , ગરબાડા મંડલ નાં પ્રભારી મનોજભાઈ કિકલાવાળા , દાહોદ ગ્રામ્ય નાં મહામંત્રી કાળુભાઇ નિનામા , દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ,શહેર મહામંત્રી અર્પિલ શાહ , જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મેઘાબેન પંચાલ , શેતલબેન દરજી , અનિતા બેન ચૌહાણ , સોનલબેન નિનામા , નજમુદ્દીન ગાંગરડીવાળા , ઉપસ્થિત રહી ધ્વજ વંદન કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.