જય દશામા વિદ્યામંદિર ઝાલોદ ખાતે 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
રિપોટર – પંકજ પંડિત ઝાલોદ જય દશામા વિદ્યામંદિર ઝાલોદ ખાતે 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળા ના પ્રમુખશ્રી મુકેશભાઈ ડામોર સાહેબ હાજર રહ્યા.તેમજ ગામડી જિલ્લા પંચાયત સભ્યશ્રી સુમનબેન ડામોર,ઘેસ્વા ગ્રામ પંચાયત સરપંચશ્રી રિંકુબેન ડામોર,નિવૃત ઓડિટર આર.બી વસૈયા સાહેબ,તેમજ આજના પ્રસંગના “સ્ટુડન્ટ કીટ” ના દાતાશ્રી વિજયભાઈ સોલંકી, તેમજ ૨૦૦ જેટલા આમંત્રિત વાલીમિત્રો આ કાર્યક્રમ માં હાજર રહ્યા. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી મુકેશભાઈ ડામોર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમજ આજે વસંત પંચમી એટલે કે વિદ્યા ની દેવી માં સરસ્વતી નો જન્મ દિવસ તરીકે મનાવવમાં આવે છે શાળા ના પ્રમુખશ્રી મુકેશભાઈ ડામોર તથા સહ પરિવાર અને આમંત્રિત મહેમાનો અને તમામ શિક્ષક ગણ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા પુજા અર્ચના કરવામાં આવી





