મહેમદાવાદની ડી.એ. એજ્યુકેશના કેમ્પસમાં રમતોત્સવ યોજાયો
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
મહેમદાવાદની ડી.એ. એજ્યુકેશના કેમ્પસમાં રમતોત્સવ યોજાયો
મહેમદાવાદ ખાતે આવેલ ડી.એ. એજ્યુકેશન કેમ્પસમાં એક સપ્તાહના રમતોત્સવનો શુભારંભ સંસ્થાના ચેરમેન અનિલભાઈ શુક્લા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટ, રંગોળી, લીંબુ-ચમચી અને ૧૦૦ મીટરની દોડ વગેરે રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રંગોળી સ્પર્ધામાં બી.એડ.ના તાલીમાર્થીની હિનલ ગોસ્વામી અને બારોટ રિયા સંયુક્ત રૂપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું. અને દ્વિતીય સ્થાને ડિપ્લોમાના વિદ્યાર્થીની રોહિત માનસી અને મહેતા રાખી આવી હતી. લીંબુ-ચમચીની સ્પર્ધામાં પટેલ હિરલ પ્રથમ સ્થાને અને રોહિત અંજલી બીજા ક્રમે આવેલ હતા. બહેનોની ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે બી.એડ. ના તાલીમાર્થીની વનીતાબેન બારૈયા તથા બિજા સ્થાને કિંજલ નંદકર રહ્યા હતા. ભાઈઓની ૧૦૦ મીટર દોડમાંડીપ્લોમાંના વિદ્યાર્થી અંશ પટેલ અને નીઝામુદ્દીન મેમણ બિજા સ્થાને આવ્યા હતા. સંગીત ખુરશીમાં પ્રથમ સ્થાને ડીપ્લોમાંના ઉર્વશીબેન પટેલ અને બિજા સ્થાને બી.એડ. સેમ-૪ના મનીષાબેન રાવલ વિજયી થયેલ હતા. ઉંધી દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાને બી.એડ. ના ડાભી અજય અને દ્વિતીય સ્થાને સોઢાપરમાર કિશન રહેલ હતા. ૪૦૦ મીટરની દોડમાં ડિપ્લોમાના અંશ પટેલ અને દ્વિતીય સ્થાને સોઢાપરમાર કિશન વિજયી થયેલ હતા. તથા બહેનોની ૪૦૦ મીટરની દોડમાં બી.એડ. ના રાવલ મનીષા પ્રથમ અને વનિતા બારૈયા દ્વિતીય સ્થાને રહેલ હતા.આ સમગ્ર કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર ડો.ડી.એમ. પટેલ, ડીપ્લોમાં કોલેજના
પ્રિન્સીપાલ ડો. અનિલકુમાર ચતુર્વેદી અને બી.એડ. ના આચાર્ય ડો.દિનેશચંદ્ર હાજર રહ્યા હતા.