મહીસાગર જિલ્લામાં 13 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના ઉપસ્થિતમાં મિટીંગ યોજાઈ
અમિત પરમાર
યુવા મતદારોને મતદાન માટેની પ્રક્રિયામાં પ્રોત્સાહિત કરવા માટે તથા વધુમાં વધુ લાયક યુવા મતદારો મતદાનયાદીમાં નોંધાય તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે 25 મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ અર્થે આજ રોજ મહીસાગર જિલ્લામાં 13 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના ઉપસ્થિતમાં મિટીંગ યોજાઈ આ પ્રસંગે કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે,આપનો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે.લોકશાહી વ્યવસ્થાનો પાયો મતદાર છે.મતદાર બનવા માટે મતદાનયાદીમાં નામ નોંધાવવુ જરૂરી છે.તે જ ઉદેશ્ય માટે લાયકાત ધરાવતા તમામ યુવા મતદારો પોતે મતદાનયાદીમાં નામ નોંધાવે તે આવશ્યક છે.કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હજી પણ કેટલાક મતદારો મતદાન કરવા જતા નથી તેથી સમાજમાં જાગૃતતા ફેલાવી જરૂરી છે જેના માટે ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અને મતદાતાઓ પોતાના મતદાનથી વાકેફ થાય વધુને વધુ મતદાન થાઈ તે જરૂરી છે કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના હસ્તે જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર કે જેઓએ શ્રેષ્ઠ કામગીરી કરી હોઈ તેઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાઆ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી,નાયબ ચૂંટણી અધિકારીશ્રી,લુણાવાડા મામલતદારશ્રી ઉપસ્થિત રહ્યા હતા.