સંતરામપુર ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું અધિક નિવાસી કલેક્ટરશ્રી સી વી લટાની ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયું

અમિત પરમાર

૭૪માં પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપતાં અધિક નિવાસી કલેક્ટરશ્રી

મહીસાગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને આઝાદ મેદાન સંતરામપુર ખાતે થનાર છે. જે અન્વયે આજરોજ અધિક નિવાસી કલેક્ટરશ્રી ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં અધિક નિવાસી કલેક્ટરશ્રીએ વિસ્તાર પૂર્વક સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજી હતી તેમજ સ્થળનું નિરીક્ષણ કરીને કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી વિગતો મેળવી હતી. વધુમાં અધિક નિવાસી કલેકટરશ્રીએ સર્વે અધિકારીશ્રીઓને ૭૪માં પ્રજાસત્તાક પર્વ યાદગાર બની રહે તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા હતા. આ તકે ડી વાય એસ પી શ્રી વળવી,સંતરામપુર પ્રાંત અધિકારીશ્રી,પ્રાયોજના વહીવતદારશ્રી, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી , મામલતદાર સંતરામપુર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!