મહીસાગર જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી સંતરામપુર ખાતે કરાઇ

અમિત પરમાર

મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભાવિન પંડ્યાએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી

સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહિસાગરનો જ નહી પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે-કલેકટરશ્રી ભાવીન પંડયા
સંતરામપુર આઝાદ મેદાન ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કરાયું મહીસાગર જિલ્લામાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી આઝાદ મેદાન સંતરામપુર ખાતે કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભાવિન પંડ્યાએ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ શ્રી ભાવિન પંડ્યાએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાએ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આજના આ પર્વની ઉજવણી સંતરામપુર ખાતે થઇ રહી છે. તે આપણા બધા માટે ગૌરવની વાત છે તેમજ ભારતની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા અનેક નામી અનામી શહિદોને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું. સરદાર વલ્‍લભભાઇ પટેલે દેશી રજવાડાંઓનું એકત્રીકરણ કરીને દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું. ત્‍યારે આપણા સૌની પણ પવિત્ર ફરજ બની રહે છે કે દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવા માટે આપણે સૌએ સંકલ્‍પબધ્‍ધ થવું પડશે.ઇ.સ.૧૯૧૩માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહિસાગરનો જ નહી પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે. આ સંગ્રામમાં ગોવિંદ ગુરૂની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો જેમાં ગોવિંદ ગુરૂ સહિત ૧૫૦૭ જેટલા લોકો દેશ પ્રેમ માટે શહાદત્ત પામ્યા આ શહાદતની ઝાંખી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ શહાદતને આપણે વિશ્વના તમામ લોકો સમક્ષ રજુ કરી શકીએ તે માટે માનગઢ ધામના વિકાસ માટે મહિસાગર જિલ્લા તંત્ર હંમેશા આગળ રહેશે તથા આપણા માટે ખુશીની વાત એ છે કે વિકાસ માટે જરુરી તમામ સહાય રાજ્ય સરકાર તરફથી પણ અવારનવાર મળી રહે છે.ચાલુ વર્ષે મહિસાગર જિલ્લામાં ખરીફ ઋતુમાં૧,૧૪,૯૭૦ હે.જેટલું વાવેતર થયેલ હતુ. જેમાં મુખ્ય પાક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: