પોલીસે ગૌરક્ષકોની મદદથી દેવગઢ બારીઆ નગરમાંથી એક ટ્રકમાંથી ૨૦ ગૌવંશને કતલખાને લઈ જવાતા બચાવી લીધા
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ ખાતેથી કતલખાને લઈ જવાતા ૨૦ ગૌવંશને ગૌરક્ષકો તેમજ પોલીસની ટીમે સંયુક્ત ઉપક્રમે આ ગાયોને કતલખાને લઈ જવાતા બચાવી લેવામાં આવ્યા હતા. એક ટ્રકમાં મુશ્કેરાટ ભરી લઈ જવાતા આ ૨૦ ગૌવંશને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી અપાયા છે.
આજરોજ વહેલી સવારના પાંચ વાગ્યાના સમયગાળા દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ગૌરક્ષકોની મદદથી દેવગઢ બારીઆ પોલીસે દેવગઢ બારીઆ ખાતે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાતમી દર્શાવેલ એક ટ્રક ત્યાથી પસાર થઈ હતી જેનો પીછો કરતાં ટ્રકના ચાલક સહિત બે જણા સ્થળ પર જ ટ્રક મુકી નાસી ગયા હતા. પોલીસે આ ટ્રકમાં તપાસ કરતાં ૨૦ જેટલી ગાયો વગર ઘાસચારા કે પાણીની સુવિધા વગર ક્રુરતા પુર્વક આ ૨૦ ગાયોને બાંધી રાખી હતી. આ ગાયોને પોલીસે છોડવી નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ ગાયો ભરેલ ટ્રક મધ્યપ્રદેશથી આવતી હતી અને ગોધરા ખાતે ભરીને લઈ જવાતી હતી.
આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે પશુ સુધારણા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.