ખેડા જિલ્લામાં યોજાયો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી – બ્યરોચીફ – નડિયાદ
ખેડા જિલ્લામાં યોજાયો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો
નડિયાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ખેડા દ્વારા તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ જિલ્લા કક્ષાએ ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ભારત હાઇસ્કૂલ, ઉત્તરસંડા શાળામાં સવારે ૧૧ કલાકે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંદર્ભે જીવત પ્રસારણમાં સીધો સંવાદ કર્યો હતો જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ન્યાસા ખન્ના, આયુષકુમાર પરમાર,અમિત પરમાર,ધારા માલવિયા,પ્રેરણા, રાજેન્દ્ર સિંહ પરમાર ,પટેલ જાનવી,તનુબેન સોલંકી,સ્વાતી સુધીરકુમાર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ખેડા જિલ્લાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશ પટેલ સહીત પદાધિકારીઓ અને શહેરના પ્રતિષ્ઠીત મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો તેમ જિલ્લા શિક્ષણાધિકારી. કમલેશ પટેલે જણાવ્યું હતું.