ફતેપુરા કોર્ટમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા કોર્ટમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જજ શ્રી આર તી રબારી સાહેબ ધ્વજને સલામી આપી હતી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ કોર્ટ ના પટાગનમાં 74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ફતેપુરાના જજ શ્રી આર તી રબારી ના વરદ હસ્તે ધ્વજને સલામી આપવામાં આવી હતી પ્રસંગને અનુરૂપ જજ શ્રી રબારી સાહેબે ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે ફતેપુરા વકીલ મંડળ ના પ્રમુખ વકીલ સી એસ પારગી સંજેલી વકીલ મંડળ ના પ્રમુખ કે આઈ ડામોર કોર્ટના સ્ટાફ તેમજ વકીલ શરદભાઈ ઉપાધ્યાય પ્યારેલાલ કલાલ અમુલભાઈ શાહ શબ્બીરભાઈ સુનેલવાલા ડામોર સાહેબ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા આમ ફતેપુરા કોર્ટમાં 26 જાન્યુઆરી 74 માં પ્રજાસત્તાક દિનની ભારે હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી