શ્રી દુધિયા માધ્યમિક શાળા ખાતે યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો.
સિંધુઉદય ન્યુસ
શ્રી દુધિયા માધ્યમિક શાળા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વાવધાનમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર થી આવેલા ભાઈઓ દ્વારા સમાજ શિક્ષણના ભાગરૂપે યોગ નિદર્શન નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં યોગ નિદર્શનની સાથે સાથે યોગ અને મનુષ્ય જીવન, યોગ અને કારકિર્દી, જીવન પ્રબંધન, જીવન કૌશલ્ય, પર્યાવરણ અને વ્યસન મુક્તિ જેવા વિષયો પર વિદ્યાર્થીઓ સાથે જીવંત ઉદાહરણ દ્વારા વાર્તાલાપ કરવામાં આવ્યો. યોગ નિદર્શન કાર્યક્રમમાં શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ ભાગ લીધો કાર્યક્રમની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવાનો સંકલ્પ કર્યો કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના વશિષ્ઠ પરિજન શ્રી અશોકભાઈ જ્યસ્વાલ અને અન્ય ભાઈઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહયા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી બી. એસ. પટેલ અને સુપરવાઇઝર શ્રી એ. જી. પટેલ અને સ્ટાફનું જરૂરી માર્ગદર્શન રહ્યું.કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ વણકર દ્વારા કરવામાં આવ્યું. શાળા દ્વારા ઇન્ટરનશીપ માટે આવેલા ભાઈઓ શ્રી સારાંશ રાણા, શ્રી દિવ્યમ દેવ અને શ્રી માધવ ગર્ગનું મંત્ર ચાદર સાથે સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ માટે આયોજન અને જરૂરી વ્યવસ્થા માટે ગાયત્રી પરિવાર દ્વારા શાળા પરિવારનો આભાર માનવામાં આવ્યો.